‘રાધેશ્યામ’ની થિયેટર-રિલીઝ મોકૂફ; OTT પર રિલીઝ કરાશે?

મુંબઈઃ પ્રભાસ અને પૂજા હેગડે અભિનીત લવ સ્ટોરી ફિલ્મ ‘રાધે શ્યામ’ની થિયેટર-રિલીઝને દેશમાં કોરોનાવાઈરસના કેસ વધી જતાં મુલતવી રાખવામાં આવી છે. ફિલ્મ ઉદ્યોગના જાણકારોનું માનવું છે કે નિર્માતાઓ હવે આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરે એવી શક્યતા છે. તેઓ પે-પર-વ્યૂ (PPV)ના અન્ય વિકલ્પ વિશે પણ વિચારી રહ્યા છે. નિર્માતાઓએ જોકે એમની એક સોશિયલ મિડિયા જાહેરાતમાં તો એમ લખ્યું છે કે, ‘આપણે ટૂંક સમયમાં જ સિનેમાગૃહોમાં મળીશું.’

રાધાકૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિત ‘રાધે શ્યામ’માં પ્રભાસે હસ્તરેખાશાસ્ત્રી વિક્રમાદિત્ય બન્યો છે જ્યારે પૂજા હેગડે એની પ્રેમિકાનાં રોલમાં છે. એમની પ્રેમકથા અને નિયતીની ભૂમિકા આ ફિલ્મનું હાર્દ છે. ફિલ્મમાં ભાગ્યશ્રીએ પ્રભાસની માતાનો રોલ કર્યો છે.