અલિઝેહ અગ્નિહોત્રીનો ગ્લેમરસ ફોટોશૂટ; કેટરીનાએ કહ્યું, ‘સુંદર’

મુંબઈઃ અભિનેતા સલમાન ખાનની સોશિયલ મિડિયા પર સક્રિય રહેતી ભાણી અલિઝેહ અગ્નિહોત્રીએ એનાં ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક નવી તસવીર શેર કરી છે, જે તેનાં ફોટોશૂટમાંની એક છે. તેણે શટરબગ્સ માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું.

મોનોક્રોમેટિક તસવીરમાં અલિઝેહ ખૂબ સુંદર દેખાય છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ અલિઝેહ પર ફિલ્મી આલમમાંથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. એમાં ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે, આમિર ખાનની પુત્રી ઈરા ખાન, નાનીમાં હેલન, ભાઈ અયાન અગ્નિહોત્રીનો સમાવેશ થાય છે. અભિનેત્રી કેટરીના કૈફે અલિઝેહનાં કમેન્ટ બોક્સમાં લખ્યું છે – ‘બ્યુટી’. અલિઝેહ સલમાનની બહેન અલવિરા ખાન અને અતુલ અગ્નિહોત્રીની દીકરી છે. અલિઝેહ ટૂંક સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરે એવી ધારણા છે. તે કમર્શિયલ જાહેરખબરોમાં તો ચમકી જ રહી છે. હાલમાં તે એક જ્વેલરીની જાહેરખબરમાં જોવા મળી હતી અને તેની સુંદરતાનાં દરેકે વખાણ કર્યા હતા. તેણે એની માસી સીમા ખાનનાં બ્રાઈડલ વેર માટે મોડેલિંગ પણ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]