”ખલનાયક’વાળો રોલ રણવીરસિંહ ભજવી શકે નહીં, કારણકે…’

મુંબઈઃ એમેઝોન મિની ટીવીના સાપ્તાહિક કોમેડી શો ‘કેસ તો બનતા હૈ’નો નવો એપિસોડ ધમાલ-મસ્તીભર્યો બની રહ્યો હતો. એમાં રીતેશ દેશમુખ અને વરૂણ શર્માએ પૂછેલા અણિયાળા સવાલોના સંજય દત્તે રમૂજી રીતે જવાબ આપ્યા હતા.

વરૂણ શર્માએ જ્યારે પૂછ્યું કે, ‘ધારો કે ‘ખલનાયક’ની રીમેક બનાવવામાં આવે તો તમારાવાળો રોલ કયા અભિનેતાએ કરવો જોઈએ? રણવીરસિંહ, રણબીર કપૂર કે વિકી કૌશલ?’ ત્યારે સંજય દત્તે જે જવાબ આપ્યો હતો એ સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા હતા. સંજયે કહ્યું હતું: ‘રણવીરસિંહ… એ તો આજકાલ કપડા પહેરતો જ નથી.’