સલમાન સેટ પર જૈકી શ્રોફનાં કપડાં-જૂતાનું ધ્યાન રાખતો

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાન અને જૈકી શ્રોફ- જેમણે હાલમાં જ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં સ્ક્રીન શેર  કરી છે, જે એકમેકને ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી ઓળખે છે. સલમાન અને જૈકી એક 30થી વધુ વર્ષોથી મિત્ર છે અને હાલમાં જૈકીએ કેટલાંક રહસ્યો પરથી પડદો ઊંચક્યો છે. જ્યારે આ મોટો સ્ટાર અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો, ત્યારે તે મારાં કપડાં અને શૂ સંભાળતો હતો, એમ જેકી શ્રોફે કહ્યું હતું. તેમણે 1988માં ‘ફલક’ માટે સાથે કામ કરતા હતા. જૈકી માને છે કે તેના કારણે જ સલમાન ખાનને પહેલો બ્રેક મળ્યો હતો.

જૈકી શ્રેફ ઉર્ફે ભીડુએ કહ્યું હતું કે હું તેને એક મોડલ તરીકે અને એક અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ઓળખું છું, જેણે મારી ફિલ્મ ‘ફલક’ (1988)ના શૂટિંગ વખતે મારાં કપડાં અને બૂટ સંભાળ્યાં હતાં. તે મારા નાના ભાઈની જેમ મારું ધ્યાન રાખતો હતો.

સલમાન અને જૈકીએ 90ના દાયકાથી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ એકબીજા સાથે સારું જોડાણ ધરાવે છે. પીઢ એક્ટરે જણાવ્યું હતું કે તે ખાનના ફોટો પ્રોડ્યુસરર્સને શેર કરતો હતો. આખરે કેસી બોકડિયાના સંબંધીએ તેને બોલીવૂડમાં બ્રેક આપ્યો. ‘મૈંને પ્યાર કિયા’ (1989)એ તેને સ્ટારડમ અપાવ્યું. મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં તેને બ્રેક અપાવવામાં મારી મહત્ત્વની ભૂમિકા રહી છે. આવી રીતે અમારી મિત્રતા શરૂ થઈ છે. જોકે મિત્રતા એટલી ઘનિષ્ઠ ન થઈ શકી, પણ તેની પાસે કંઈ પણ મોટી ફિલ્મ આવે છે તો તે મારા વિશે વિચારે છે. હાલના સમયે પણ રાધે… જેવી એક્શન-કોમેડી ફિલ્મ લઈને આવ્યો છે, જેનું દિગ્દર્શન પ્રભુ દેવાએ કર્યું છે.