સલમાન ખાનની ‘રાધે’ 2021ના ઈદમાં રિલીઝ થશે

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ થિયેટરોમાં જ રિલીઝ થશે અને નિર્માતાઓ તેને આવતા વર્ષે ઈદ તહેવારમાં રિલીઝ કરવા ધારે છે. ઉલ્લેખનીય છે કે સલમાન કાયમ પોતાની નવી ફિલ્મ ઈદના તહેવાર વખતે જ રિલીઝ કરતો હોય છે. થોડાક દિવસો પહેલાં સમર્થનવિહોણા અહેવાલોમાં જણાવાયું હતું કે ‘રાધે’ ફિલ્મ કદાચ OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે. પણ હવે નવા અહેવાલો અનુસાર દર્શકો ‘રાધે’ ફિલ્મની મોટા પડદા ઉપર મજા માણી શકશે.

આ સમાચારને જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એમના ટ્વિટર એકાઉન્ટ પર સમર્થન આપ્યું છે. એમણે સલમાનનો રાધે ફિલ્મમાંનો લુક શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ થિયેટરોમાં જ રિલીઝ કરવામાં આવશે. એમણે સાથોસાથ એ પણ જણાવ્યું છે કે નિર્માતાઓ આ ફિલ્મને 2021ના ઈદ તહેવાર પર રિલીઝ કરશે.

આ ફિલ્મમાં દિશા પટની બની છે સલમાનની પ્રેમિકા. આ બે કલાકાર ઉપરાંત આ ફિલ્મમાં જેકી શ્રોફ, રણદીપ હુડ્ડા અને ગૌતમ ગુલાટી પણ છે. ફિલ્મમાં એક્શન દ્રશ્યો ભરપૂર જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક છે પ્રભુ દેવા. નિર્માતાઓ છે સોહેલ ખાન, અતુલ અગ્નિહોત્રી અને સલમાન ખાન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]