મેરા વચન હી હૈ મદદઃ સલમાન ઇન્ડસ્ટ્રીના મજદૂરોની વહારે

મુંબઈ: બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાના કમિટમેન્ટનો પાક્કો છે. તાજેતરમાં જ તેણે જાહેરાત કરી હતી કે તે લૉકડાઉનને કારણે બેરોજગોર થયેલા ઇન્ડસ્ટ્રીના 25000 મજૂરોને આર્થિક મદદ કરશે. મંગળવારે સલમાનને ફેડરેશન તરફથી મળેલી 16000 મજૂરોની બેંક ખાતાની માહિતીને આધારે તેમના બેંક અકાઉન્ટમાં 4 કરોડ 80 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. સલમાને આ પછી પણ મે મહિનામાં પણ મજૂરોના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કમિટમેન્ટ કર્યું છે. આ રીતે બે મહિના સુધી તે મજૂરોનો ખર્ચ ઉઠાવશે.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) ના મહાસચિવ અશોક દુબેએ આ મામલે કહ્યું કે, સલમાને અમારી પાસેથી 25000 મજૂરોની માહિતી માંગી હતી જેમાંથી અમને 19000 મજૂરોની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ લિસ્ટમાં 3000 મજૂરોને યશરાજ ફિલ્મ્સ દ્વારા મદદ મળી ચૂકી હતી એટલા માટે અમે બાકી વધેલા 16000 મજૂરોના બેંક ખાતાની માહિતી સલમાન ખાનને મોકલી હતી. તેમણે આ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું શરુ કરી દીધુ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]