કરણ જૌહરની ફિલ્મથી સૈફ-પુત્ર ઇબ્રાહિમ ‘ડેબ્યુ’ કરશે

નવી દિલ્હીઃ રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સુપરહિટ જોડી ફરી એક વાર મોટા પડદે જોવા મળશે, જે તેમના ફેન્સ માટે કોઈ ટ્રીટથી કમ નહીં હોય. બોલીવૂડના મશહૂર ફિલ્મમેકર કરણ જૌહર પોતાની ફિલ્મમાં આલિયા અને રણવીરને કાસ્ટ કરવાની તૈયારીમાં છે. સૈફ અલી ખાનના મોટા પુત્ર ઇબ્રાહિમ ખાન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે આ ફિલ્મથી ‘ડેબ્યુ’ કરશે.  

સૈફનો પુત્ર ઇબ્રાહિમ આ ફિલ્મથી ડેબ્યુ કરશે

થોડા દિવસોમાં આલિયા અને રણવીર પોતપોતાની ભૂમિકાને લઈને રિહર્સલ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષના જૂનમાં ફિલ્મની શૂટિંગ શરૂ થઈ જશે.સૈફ-પુત્ર ઇબ્રાહિમ કરણ જૌહરની આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાશે.

રણવીર-આલિયા પોતપોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. રણવીર એકબાજુ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જ્યારે આલિયાની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડ’ થિયેટર્સમાં રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મને સંજય લીલા ભણસાળીએ ડિરેક્ટ કરી છે, જેમાં અજય દેવગન એક મહત્ત્વની ભૂમિકામાં નજરે ચઢશે.

આ સિવાય આલિયા અને અજય દેવગન એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ (RRR)માં પણ નજરે ચઢશે. આ ફિલ્મમાં તેમના સિવાય એનટીઆર, રામ ચરણ, ઓલિવિયા મોરિસ અને કેટલાક અન્ય કલાકાર પણ ભૂમિકા નિભાવી રહ્યા છે. ‘આરઆરઆર’ એક અખિલ ભારતીય ફિલ્મ છે, જેને ડીવીવી દાનય્યા દ્વારા ડીવીવી એન્ટરટેઇનમેન્ટ્સ બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મની રિલીઝ માટે બધા રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું બજેટ રૂ. 350 કરોડ બતાવવામાં આવી રહ્યું છે.