રાનુ મંડલનો વધુ એક વિડીયો થયો વાયરલ…

મુંબઈઃ “તેરી મેરી કહાની” ગીતથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી રાનૂ મંડલ હવે સફળતાની ઉંચાઈઓ પર છે. તેમનું ગીત તેરી મેરી કહાનીએ ન માત્ર સોશિયલ મીડિયા પર સફળતા પ્રાપ્ત કરી પરંતુ લોકોનું દીલ રાનું મંડલે જીતી લીધું. હવે દિવાળીના દિવસે રાનૂ મંડલનો એક અન્ય વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તુજે દેખા તો યે જાના સનમ ગીત ગાતી નજરે આવી રહી છે. આ વિડીયોમાં જોવામાં આવી શકે છે કે રાનૂ મંડલ સ્ટેજ પર લાઈવ પર્ફોર્મન્સ આપી રહી છે.

રાનુ મંડલ બંગાળી ટેલીવિઝન શો કોમેડી સ્ટાર્સમાં પહોંચી હતી. આ દરમિયાન તેમણે શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મનું આ ગીત ગાયુ. રાનૂ મંડલના આ ગીત પર ત્યાં ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટથી રાનુ મંડલને વધાવી લીધી. રાનુ મંડલનો આ વીડિયો ડેઈલી હંટ ઓફિશિયલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. રાનુ મંડલ પોતાના એક વિડીયો દ્વારા રાતો-રાત સુપરસ્ટાર બની હતી. તેમનો આ વિડીયો રાણાઘાટ રેલવે સ્ટેશનનનો હતો, જેમાં તેઓ લતા મંગેશકરનું એક ગીત ગાતી દેખાઈ રહી છે.