ગોવાની ક્લબમાં ડ્રિન્કને ઉર્વશી રાઉતેલાનું નામ અપાયું

મુંબઈ – બોલીવૂડની સુંદર અને સેક્સી અભિનેત્રી ઉર્વશી રાઉતેલાને ખુશ કરી દેનારા સમાચાર છે કે ગોવાની એક ક્લબમાં એક સ્ટ્રોંગ સ્મોલ ડ્રિન્કને ઉર્વશીનું નામ આપવામાં આવ્યું છે.

એ ડ્રિન્કનું નામ રખાયું છે – ‘ઉર્વશી રાઉતેલા શોટ’.

ડ્રિન્કિંગની ભાષામાં શોટ એટલે શરાબનું એક નાનકડું (સ્મોલ) ડ્રિન્ક.

ગોવાની ક્લબનાં સૂત્રોનું કહેવું છે કે ઉર્વશીનાં વ્યક્તિત્વથી પ્રેરિત થઈને એમણે તે ડ્રિન્કને એનું નામ આપ્યું છે, કારણ કે ઉર્વશી ઉત્તમ સ્વાદની ચાહક છે અને પાર્ટીઓની જાન છે.

ક્લબે પોતાના આ નિર્ણયને ઉત્તમ ગણાવ્યો છે, એનું કહેવું છે કે આનાથી એ વધારે ગ્રાહકોને આકર્ષિત કરી શકશે. ઉર્વશી આનંદી સ્વભાવની છે, સેક્સી છે અને દરેક પાર્ટીમાં એની હાજરીથી નવી ચમક આવી જતી હોય છે. આ બધું ગોવાની છાપને અનુરૂપ છે. તેથી અમે સ્મોલ ડ્રિન્કને ઉર્વશીનું નામ આપ્યું છે.

પશ્ચિમી દેશોમાં જૂના જમાનામાં બંદૂકની એક .45ની કારતૂસ 12 સેન્ટમાં મળતી અને એવી જ રીતે, વ્હિસ્કીનો એક નાનકડો ગ્લાસ પણ એટલી જ કિંમતમાં મળતો. ત્યારથી એ ‘શોટ’ ઓફ વ્હિસ્કી તરીકે જાણીતું થયું.

બીયર બારમાં કોઈ ગ્રાહક બારટેન્ડરને ‘શોટ’ આપવાનું કહે તો એ તેને નાનકડા ગ્લાસમાં આલ્કોહોલ રેડીને આપે.

ઉર્વશીએ પણ એક નિવેદનમાં કહ્યું છે કે એક શોટ તરીકે પેશ કરવાની મધુર ચેષ્ટા બદલ હું ક્લબની ખરેખર આભારી છું. મને એનાથી ખૂબ જ આનંદ થયો છે અને મને આશા છે કે ક્લબના માલિકોને ગ્રાહકો તરફથી આનો સરસ પ્રતિસાદ મળશે.

ઉર્વશીની ફિલ્મ આવી રહી છે, ‘પાગલપંતી’, જે મલ્ટીસ્ટારર કોમેડી છે. એમાં અનિલ કપૂર, જોન અબ્રાહમ, ઈલિયાના ડીક્રુઝ, કૃતિ ખરબંદા અને અર્શદ વારસી જેવા કલાકારો પણ છે.

ઉર્વશી બોલીવૂડમાં ટોચની હરોળમાં પહોંચી શકી નથી, પરંતુ જુદા જુદા પ્રકારની વાર્તાઓવાળી ફિલ્મોમાં એ રોલ મેળવતી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]