રણબીર, શ્રદ્ધાની ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થશે

મુંબઈઃ ‘તૂ જૂઠી મૈં મક્કાર’ 10 દિવસથી બોક્સ ઓફિસ પર જામી રહી છે. બોલીવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠી મૈં મક્કાર’ રિલીઝ થયા પછી બીજા વીક-એન્ડ સુધીમાં રૂ. 100 કરોડની ક્લબમાં સામેલ થવાની શક્યતા છે.  જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટ્રેક કરનારા પ્લેટફોર્મ સેકનિક (Sacnilk) મુજબ રિલીઝ બાદ બીજા ગુરુવારે રણબીર કપૂરની આ ફિલ્મે આશરે રૂ. 4.77 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે નવમા દિવસ સુધી રૂ. 92.68 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. એનું ગ્રોસ કલેક્શન રૂ. 103.75 કરોડે પહોંચ્યું હતું.

‘તૂ જૂઠી મૈં મક્કાર’ ફિલ્મે હોળીના તહેવાને પગલે રણબીર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠી મૈં મક્કાર’ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ઓપનિંગ ડે દેશની અંદર રૂ. 15.73 કરોડનું કલેક્શન કર્યું હતું. જોકે પહેલા વીકએન્ડમાં ફિલ્મે રૂ. 50 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. બીજો વીકએન્ડ ફિલ્મ ‘તૂ જૂઠી મૈં મક્કાર’ માટે પડકાર ભર્યું રહ્યું હતું, કેમ કે રાણી મુખરજીની ફિલ્મ ‘મિસેઝ ચેટરજી વર્સિસ નોર્વે’ અને દિગ્ગજ કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ ‘જ્વિગાટો’નો સામનો કરવો પડ્યો હતો.

લવ રંજનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘તૂ જૂઠી મૈં મક્કાર’માં રણબીર અને શ્રદ્ધાની જોડી દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. આ ફિલ્મે રિલીPના 10 દિનમાં સારું એવું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ આ વીકએન્ડમાં રૂ. 100 કરોડનું કલેક્શન પાર કરે એવી શક્યતા છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]