આ નાઇટ ક્લબમાં સંસ્કૃતમાં ભક્તિ-ગીતો પર ઝૂમતી પબ્લિક

બ્યુનોસ એર્સઃ કોણે કહ્યું કે ઇશ્વરની ભક્તિ માત્ર મંદિર કે પૂજા ઘરમાં બેસીને જ થઈ શકે. મનમાં શ્રદ્ધા હોય તો નાઇટ ક્લબમાં ડાન્સ કરતાં પણ ભગવાનને યાદ કરી શકાય છે. એને ચરિતાર્થ કરે છે આર્જેન્ટિનાની ગ્રુવ નાઇટ ક્લબ. આ શાનદાર ક્લબની વિશેષતા એ છે કે અહીં ગીત અને ડાન્સ –બંને થાય છે, પરંતુ તે ગીત પારંપરિક નહીં હોતાં. આ ક્લબમાં સંગીત સંસ્કૃત ગીતોનું હોય છે.

નો દારૂ, નો નોનવેજ, પણ ફન અનલિમિટેડ

ફળોના જ્યુસ પીરસતી આ ક્લબ દારૂ અને માંસાહાર નથી સર્વ કરતી. અહીં આવતા લોકો સ્વાદિષ્ટ શાકાહારી ભોજનનો આનંદ ઉઠાવી શકે છે. આ નાઇટ ક્લબનો ઉદ્દેશ લોકોને તણાવ દૂર કરીને એક શાંત આધ્યાત્મિક માહોલ આપવાનો છે. અહીં મંત્રમ, ધ્યાન, સંગીત અને ડાન્સ ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે. હાલમાં આ નાઇટ ક્લબમાં એકસાથે 800 લોકો એન્ટ્રી કરી શકે છે અને અહીંની સ્પેશિયલ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સમાં સ્થિત આ નાઇટ ક્લબમાં એક યોગ ગુરુ પણ રહે છે, જે લોકોને વિવિધ પ્રકારની યોગિક ક્રિયાઓ ઉપરાંત પ્રાણાયામ અને અન્ય બાબતો પણ શીખવે છે. યોગા અને સંસ્કૃત ગીત પર ડાન્સ પ્રોગ્રામને કારણે આ નાઇટ ક્લબને યોગા રેવ પાર્ટીનું નામ આપવામાં આવ્યું છે.