અમૃતપાલ સિંહની સાથીઓ સાથે ધરપકડ, ઇન્ટરનેટ સેવા બંધ

ચંડીગઢઃ પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ અને એના છ સાથીઓની ધરપકડ કરી છે. તેના સાથીઓને પકડ્યા પછી અમૃતપાલની નકોદરની પાસે ધરપકડ કરી લેવામાં આવી હતી. એ સાથે પંજાબમાં અનેક જગ્યાએ ઇન્ટરનેટને બંધ કરી દેવામાં આવી છે. ગિધડવાહામાં પણ એરટેલ, આઇડિયા અને BSNLનો ઇન્ટરનેટ બંધ છે. સંગરૂર જિલ્લામાં પણ ઇન્ટરનેટ સેવાઓ બંધ છે. સંગરૂર પંજાબના CM ભગવંત માનનો જિલ્લો છે. અમૃતસર જલંધર હાઇવે પર પોલીસે તહેનાતી વધારવામાં આવી છે. સૂત્રો પાસ, મળેલી માહિતી અનુસાર જિલ્લા જલંધરના મેહતપુર સ્ટેશનમાં વારિસ પંજાબ દેના વડા અમૃતપાલને અને તેના સાથીઓને પોલીસે ધરપકડ કરી છે.

પંજાબમાં તાજી સ્થિતિને ધ્યાનમાં રાખતાં ગ-હ મંત્રાલય સતત પંજાબ સરકારના સંપર્કમાં છે. રાજ્યની પોલીસની મદદ માટે કેન્દ્રીય અર્ધસૈનિક દળોની કંપનીઓને અલર્ટ પર રાખી છે. બરનાલામાં ફણ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હવે પંજાબમાં રવિવારે બપોરે 12 કલાક સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ઘોષણા કરવામાં આવી છે.

પંજાબના મોગા જિલ્લામાં પણ પોલીસની ફોજ ખડકી દેવામાં આવી છે. પોલીસે રાજ્યમાં લોકોને કાયદો-વ્યવસ્થા જાળવવાની અપીલ જારી કરી હતી અને રાજ્યમાં સાંતિ કાયમ રાખવાની અપીલ કરી હતી. તેમણે લોકોને પોલીસના કામકાજમાં દખલઅંદાજી ના કરવાની અપીલ કરી હતી.  ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓએ ગુરિંદરપાલ સિંહ ઔજલાની પણ ધરપકડ કરી છે.