મહિલા પહેલવાને રાખી સાવંતને ઊંચકીને પટકી દીધી; ઈજાગ્રસ્ત રાખી હોસ્પિટલમાં

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંત ‘વિવાદોની રાણી’ તરીકે કુખ્યાત થઈ છે. એણે પોતાની સાથે કુસ્તી કરવા માટે કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (CWE)ની પહેલવાનને પડકારી હતી.

હરિયાણાના પંચકુલામાં તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં યોજાયેલા કુસ્તી મુકાબલા વખતે, CWE પહેલવાને રાખીને ઊંચકીને નીચે પટકી દીધી હતી. ઈજાગ્રસ્ત રાખીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

રાખીએ તે સ્પર્ધા વખતે પરફોર્મ કર્યું હતું અને એ જ વખતે એણે એક મહિલા કુસ્તીબાજને કુસ્તી કરવાનો પડકાર ફેંક્યો હતો. પેલી કુસ્તીબાજે રાખીને ઊંચકીને નીચે પટકી દીધી હતી. બાદમાં રાખીએ પેટમાં અને પીઠમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી.

હોસ્પિટલમાં રાખીની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.

CWEની સ્થાપના ‘ધ ગ્રેટ ખલી’ તરીકે જાણીતા પહેલવાને પંજાબના જલંધરમાં કરી હતી.

રિંગના ફ્લોર પર પડેલી રાખીનો વિડિયો ઓનલાઈન પર ફરી રહ્યો છે.

40 વર્ષીય રાખીને એક મહિલા પોલીસ અધિકારી તથા આયોજક મહિલા રિંગની બહાર લઈ જતી જોઈ શકાય છે.

રાખી અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો કરીને ન્યૂઝમાં ખોટી રીતે ચમકતી રહેતી હોય છે. હાલમાં જ એણે બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા વિશે ‘મી ટુ’ ઝુંબેશના સંદર્ભમાં વાંધાજનક નિવેદનો કર્યાં હતાં. જેને કારણે ખુદ રાખી જ બદનામ થઈ છે.

(જુઓ એ કુસ્તી બનાવની એક ઝલક)

httpss://twitter.com/afzalistan/status/1061926868755013632