પ્રિયંકા ચોપડા, પ્રીતિ ઝિન્ટા જોનસ બ્રધર્સ કોન્સર્ટમાં સામેલ

નવી દિલ્હીઃ બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા અને પ્રિયંકા ચોપડા પણ લગ્ન કર્યા પછી લોસ એન્જેલસમાં શિફ્ટ થઈ ગઈ છે. બંને હિરોઇનો એક જ શહેરમાં રહેતી હોવાથી અવારનવાર એકસાથે દેખા દે છે. બંને તહેવારો પણ સાથે મળીને ઊજવે છે.

હાલમાં પ્રિયંકા અને પ્રીતિએ એકસાથે જોનાસ બ્રધર્સના કોન્સર્ટની મજા માણી હતી. પ્રિયંકાએ અનેક ફેન્સે આ શોનો આનંદ લેતાં તેમની ક્લિપ શેર કરી હતી. પ્રીતિએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી. જેમાં તે પ્રિયંકાની સાથે ક્વોલિટી ટાઇમ શેર કરી રહી છે. તેણે પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે શું મજાની રાત છે અને જોનાસ બ્રધર્સના સંગીતથી પરિચિત થવાની મજેદાર તક છે. આટલી અદભુત મહેમાનગતિ થવા બદલ પ્રિયંકાનો બહુબધો આભાર. નિક જોનાસે ગઈ કાલે રાત્રે સુંદર પર્ફોર્મ કર્યું હતું. નિકને આગામી પ્રોગ્રામો માટે શુભેચ્છાઓ. ગઈ કાલ રાત માટે સત્તાવાર રીતે હું પણ નિકની ફેન બની ગઈ હતી.

આ બંને એકટ્રેસ એકસાથે કોન્સર્ટમાં મસ્તી કરતી દેખાઈ હતી, જેનો એક વિડિયો હાલના સમયે સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં પ્રીતિ ઝિન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં પ્રિયંકા ચોપડા સાથે એક મ્યુઝિક નાઇટની મજા માણતી દેખાઈ રહી છે. આ દરમ્યાન પ્રીતિ ઘણી ખુશ દેખાઈ રહી છે અને બંને સહેલીઓ ઘણા સમય પછી મળી હોય અને પાર્ટીની એકસાથે મજા માણી રહી હતી.