જાહ્નવી, આર્યન, સુહાના KKRનો વર્તમાન અને ભવિષ્યઃ જૂહી

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાની પુત્રી જાહ્નવી આ વર્ષે IPLની લિલામી સમારોહમાં હાજર રહી હતી. જાહ્નવીની સાથે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને પુત્રી સુહાના ખાન પણ સમારોહમાં ઉપસ્થિત હતી. જાહ્નવી, આર્યન ખાન અને સુહાના જૂહી અને શાહરુખને બદલે સમારોહમાં હાજર રહ્યા હતા. તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના નવા ચહેરાના રૂપમાં ઉપસ્થિત રહ્યા હતા. KKR આ બંને સ્ટાર્સની માલિકીની ટીમ છે.

જૂહીએ આ પ્રસંગે એક ઇન્ટવ્યુમાં કહ્યું હતું કે તેઓ  KKRનું ભવિષ્ય જ નહીં, પણ વર્તમાન પણ છે. એક સમય હતો તેઓ બાળકો હતાં, પણ હવે તેઓ મોટાં થઈ ગયાં છે અને હવે તેમને સ્કીન પર જોઈને અમે ખુશ છીએ અને હવે તેઓ અમારું કામકાજ પણ જોઈ રહ્યા છીએ. ભગવા જાહ્નવી, આર્યન અને સુહાનાને આશીર્વાદ આપે. મારી તેમને ખૂબ શુભકામનાઓ છે.

આ વર્ષના પ્રારંભે જૂહીએ જણાવ્યું હતું કે જાહ્નવીને ક્રિકેટમાં નાનપણથી રસ છે. તે 12 વર્ષની હતી અને પરિવાર વેકેશન ગાળવા જતો, ત્યારથી તેને બધા ક્રિકેટના રેકોર્ડમાં, મેચોમાં રસ હતો. જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ તેનો ક્રિકેટમાં રસ વધતો ગયો. વળી, જ્યારે પણ ક્રિકેટની વાત આવે, ત્યારે તેના મોઢા પર ચમક આવી જતી હતી. ક્રિકેટ વિશેનું તેનું જ્ઞાન મારા માટે આશ્ચર્યનજક હતું. તેણે તેની પુત્રી સાથેનો એક યાદોનો એક વિડિયો પણ બતાવ્યો હતો. જુહી અને શાહરુખ અનેક વર્ષોથી મિત્રો છે.