અનિલ કપૂર નાના બનશે; દીકરી-સોનમ ગર્ભવતી છે

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર-આહુજા ગર્ભવતી થઈ છે. તે અને એનો પતિ આનંદ આહુજા એમનાં પ્રથમ સંતાનના જન્મની રાહ જુએ છે. સોનમે આ સમાચાર આજે તેનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે અને તેની સાથે આનંદ સાથે પોતાની ધ્યાનાકર્ષક તસવીરો પણ મૂકી છે. તસવીરમાં એનું પેટ ફૂલેલું જોઈ શકાય છે જેની પર એણે હાથ મૂક્યો છે. તે આનંદના ખોળામાં માથું મૂકીને સૂતેલી જોઈ શકાય છે.

પોતે નાના બનશે એ સમાચાર વિશે અભિનેતા અને સોનમનાં પિતા અનિલ કપૂરે ખુશી વ્યક્ત કરી છે અને સોનમની તસવીરોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

સોનમ અને આનંદે 2018માં મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. હાલ તેઓ લંડનમાં રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]