પદ્મશ્રી અદનાન સામીએ PM મોદી સાથેની વાતોને વાગોળી

નવી દિલ્હીઃ સંગીતકાર અને ગાયક અદનાન સામીને સોમવારે દિલ્હીમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મેળવ્યા પછી અદનાન સામે ખુશી વ્યકત કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. સોમવારે બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત, એકતા કપૂર, દિવંગત એસપી બાલા સુબ્રમણ્યમ અને અન્ય લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અદનાન સામીએ કહ્યું હતું કે વડા પ્રધાને પહેલી વાત એ પૂછી હતી કે તમારી પુત્રી મદિના કેમ સાથે નથી આવી. વડા પ્રધાન મોદી સાથેની વાતચીત વિશે જણાવતાં સામીએ કહ્યું હતું કે તેમના ચહેરા પર એક મોટું સ્મિત હતું.

સામીએ કહ્યું હતું કે…સામીએ કહ્યું હતું કે તેમને જે પ્રેમ અને સ્નેહ મળ્યા છે, એના માટે તેઓ ભારત સરકાર અને સાથી ભારતીયોના આભારી છું.

તેમણે તેમના પ્રશંસકો અને  સમર્થકોએ આ પ્રકારના સંદેશ સાથે એક ટ્વીટ પણ કર્યું હતું અને કહ્યું હતું કે તેએ ભારતના ખૂબસૂરત લોકોનો હંમેશાં ઋણી છું, જેટલો તેમણે આટલો પ્રેમ બતાવ્યો છે.

 

તેમણે કહ્યું હતું કે હું પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર માટે કેન્દ્ર સરકારનો આભારી છું. તેમણે મને વિના શરતે પ્રેમ કર્યો છે અને મારી યાત્રાનો એક અભિન્ન હિસ્સો રહ્યા છે. જે મને અહીં લાવ્યા છે. તમને બધાને પ્રેમ, જયહિંદ.