મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની સામે બે વર્ષ જૂના ડ્રગ્સ મામલે આશરે 200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. NCBએ બંને લોકોને વર્ષ 2020માં ડ્રગ્સના એક મામલે ધરપકડ કરી હતી અને હાલ તેઓ જામીન પર બહાર છે. ભારતી અને હર્ષને એક વિશેષ NDPS કોર્ટે નવેમ્બર, 2020માં જામીન આપ્યા હતા. NCBએ ભારતી અને તેના પતિના મુંબઈના અંધેરી સ્થિત તેમના ઘરેથી ગાંજો જપ્ત કર્યો હતો, જે પછી 21 નવેમ્બર, 2020એ તેમની ધરપકડ કરી હતી. NCBએ તપાસમાં 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
NCBએ કેટલાક બોલીવૂડ સ્ટાર્સની વચ્ચે નશીલા પદાર્થોનો ઉપયોગને લઈને ગુપ્ત સૂચના મળી હતી. જેને આધારે એજન્સીએ ભારતી સિંહના ઘર અને ઓફિસની તપાસ કરી હતી. ભારતી સિંહ અને હર્ષ લોકપ્રિય સેલિબ્રિટી જોડી છે. ભારતી આ સમયે સિંગિગ રિયલિટી શો હોસ્ટ કરી ચૂક્યા છે. ભારતી હાલ સારેગામાપા લિટલ ચેમ્પ્સ 2022ની હોસ્ટ છે. ભારતી અને હર્ષ –બંને આ પહેલાં એક અન્ય રિયલ્ટી શો હુન્નરબાજઃ દેશની શાનને હોસ્ટ કરતા હતા. ભારતી આ વર્ષના પ્રારંભે પહેલા બાળકને જન્મ આપ્યો હતો.
NCBએ જૂન, 2020માં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત પછી બોલીવૂડમાં નશીલી દવાઓનો ઉપયોગને લઈને કેટલાક વોટ્સએપ ચેટથી માહિતી મળી હતી. એને આધારે કેટલાય બોલીવૂડ સ્ટાર્સથી પૂછપરછ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ આ મામલે સુશાંત સિંહ રાજપૂતની મિત્ર એક્ટ્રેસ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોએક, સુશાંતના કેટલાક કર્મચારીઓ અને અન્ય કેટલાક લોકોની NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.