બોલીવૂડ અભિનેત્રી વિદ્યા સિન્હા (71)નું મુંબઈની હોસ્પિટલમાં નિધન

મુંબઈ – હિન્દી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી વિદ્યા સિન્હાનું આજે મુંબઈના જુહૂ વિસ્તારસ્થિત એક હોસ્પિટલમાં નિધન થયું છે. એમની વય 71 વર્ષની હતી.

વિદ્યાએ ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઔર વોહ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

જુહૂ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં એમનું નિધન થયું હતું. શ્વાસને લગતી ગંભીર તકલીફને કારણે એમને ગયા રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એમની સ્થિતિ વધારે બગડી ગી હતી અને એમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યાં હતાં. એમની તબિયતમાં સુધારો થયો નહોતો અને આજે બપોરે લગભગ 1 વાગ્યે એમનું અવસાન થયું હતું.

તેઓ હાલ ટીવી સિરિયલ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં ભૂમિકા કરી રહ્યાં હતાં.