OTT, વેબસિરીઝ પર ‘મિસિસ અન્ડરકવર’, ‘શહેજાદા’ રિલીઝ થશે

મુંબઈઃ એપ્રિલના ત્રીજા વીકમાં નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો, ડિઝની પ્લસ હોટસ્ટાર ઝી5 જેવાં અન્ય પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારની ફિલ્મો અને વેબ શો રિલીઝ થવાના છે. રાધિકા આપ્ટે સ્ટરર મિસેઝ અન્ડકવરથી માંડીને જેરેમી રેનરની ચાર ભાગવાળી ડોક્યુસિરીઝ રજૂ થવાની છે, જેમાં અનિલ કપૂર પણ છે. OTT સ્પેસમાંઆ સપ્તાહના અંતમાં કેટલીક રસપ્રદ સિરીઝ રિલીઝ થવાની છે.

થિયેટરોમાં સામંથા રૂથ પ્રભુની શાકુંતલમ રિલીઝ થઈ રહી છે, જેમાં દર્શકોને રાજા દુષ્યંત અને શકુંતલાના વિશ્વમાં લઈ જશે.

મિસેસ અન્ડરકવર

બોલીવૂડ એક્ટર રાધિકા આપ્ટેએ જાસૂસી કોમેડી મિસેસ અન્ડરકવરમાં એક ગૃહિણી અને અન્ડરકવર એજન્ટની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં અભિનેત્રીએ દુર્ગાની ભૂમિકા ભજવી છે, જે એક ભૂતપૂર્વ અન્ડરકવર એજન્ટ છે. એને માલૂમ પડે છે, જે ગૃહિણી બની જાય છે અને 10 વર્ષ પછી તેને પરત બોલાવવામાં આવે છે, પણ તેને માલૂમ પડે છે કે પરત ફરવું સરળ નથી, કેમ કે લગ્ન પછી તે બધું ભૂલી ગઈ છે. એમાં સુમિત વ્યાસ, રાજેષ શર્મા અને સાહેબ ચેટરજી પણ છે.

રિનર્વેશન

જેરેમી રેનરની વિશેષતાવાળી રેનર્વેશન એક ચાર ભાગ વાળી ડોક્યુસિરીઝ છે, જેમાં બોલીવૂડ એક્ટર અનિલ કપૂર પણ છે. આ સિરીઝમાં રેનર અને તેની ટીમ તેમની કુશળતાથી સેવામાં ઉપયોગમાં લેવાતા વાહનોની ફરીથી કલ્પના કરીને એને ફરી એવાં બનાવે છે.

શહજાદા

બોક્સ ઓફિસ પર સારો વેપાર કર્યા પછી કાર્તિક આયર્ન સ્ટારર શહજાદા OTT પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં કૃતિ સેનન, મનીષા કોઇરાલા, પરેશ રાવલ, રોનિત રોય અને સચિન ખેડેકર પણ છે. આ ફિલ્મ વર્ષ 2020માં આવેલી અલ્લુ અર્જુનની તેલુગુ એક્શન ડ્રામા અલા વૈકુંઠપ્રેમુલુની સત્તાવાર હિન્દી રિમેક છે.