મિઝાને નવ્યા નવેલી નંદાની સાથે રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો

મુંબઈઃ એવી અફવા છે કે અમિતાભ બચ્ચનની પૌત્રી અને શ્વેતા નંદાની પુત્રી નવ્યા નવેલી નંદા જાવેદ જાફરીના પુત્ર મિજાન જાફરી સાથે ડેટ કરી રહી છે. બંને સ્ટાર કિડ્સને એકસાથે મુવી થિયેટરની બહાર આવતા દેખાયા હતા, પણ મિજાને હંમેશાં અફવાઓનું ખંડન કર્યું છે. હાલમાં તેણે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે બચ્ચન હાઉસ-જલસામાં જાય છે, ત્યારે તેને કેટલું અજીબ લાગે છે.

‘મલાલ’થી બોલીવૂડમાં ડેબ્યુ કરનાર મિજાને ખુલાસો કર્યો હતો કે તેનાં માતાપિતા તેને પૂછતા હતા કે તેની અને નવ્યાની વચ્ચે શું રિલેશનશિપ છે? ત્યારે તેને બહુ અજીબ લાગતું હતું. બહુ પહેલાં કોઈ મને નવ્યા વિશે પૂછ્યું હતું, ત્યારે હું ‘મલાલ’નો પ્રચાર કરી રહ્યો હતો. મારા માટે એ આશ્ચર્યજનક વાત હતી, પરંતુ ઇમાનદારીથી કહું તો હું અને નવ્યા વાસ્તવમાં ક્લોઝ્ડ ફ્રેન્ડ છીએ અને મને લાગે છે કે મારે કારણે એનું નામ બહુ જગ્યાએ ઊછળ્યું છે અને એ ઠીક નથી. એ તેની પ્રાઇવેટ લાઇફ છે. હું તેના પરિવારને સામેલ કરવા નથી ઇચ્છતો. હાલના સમયે અન્ય કોઈ વિશે હું વાત કરું એક ઠીક નથી.

મિજાને કહ્યું હતું કે તેના પિતા અંદાજ લગાવતા હતા કે આ થઈ શું રહ્યું છે? એ સમયે મારા માટે ઘરમાં પ્રવેશ કરવો અજીબ હતો. મને પણ કંઈ સમજાતું નહોતું. મને પણ નથી ખબર કે હું છેલ્લે જલસામાં ક્યારે ગયો હતો? પણ દિવાળી પાર્ટીની ઉજવણી તેમને ત્યાં હતી, ત્યારે પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યાં હતી.

અમે બધા એક મિત્રોના એક ગ્રુપમાં સાથે હતા. તે મારી બહેનની સૌથી સારી મિત્ર છે. હું હાલ કોઈની સાથે રિલેશનશિપમાં નથી.