અક્ષય ખન્ના ‘સ્ટેટ ઓફ સીઝઃ ટેમ્પલ એટેક’થી ડિજિટલ ડેબ્યુ કરશે

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અક્ષય ખન્ના ટૂંક સમયમાં ફિલ્મ ‘સ્ટેટ ઓફ સીઝઃ ટેમ્પલ એટેક’ (State of Seige : Temple Attack)ની સાથે ડિજિટલ ડેબ્યુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સ્ટ્રિમિંગ પ્લેટફોર્મે મંગળવારે ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું હતું અને ફિલ્મના રિલીઝની તારીખને પણ જાહેર કરી હતી. સ્ટ્રિમિંગ પ્લેટફોર્મે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે NSG સાથે જોડાવાનો સમય આવી ગયો છે. ફરીથી થશે #SahasKiVijay.  #StateOfSiege: ટેમ્પલ એટેક, નવ જુલાઈએ માત્ર #ZEE5 પર પ્રીમિયર થશે.

‘સ્ટેટ ઓફ સીઝ’ની વાર્તા વર્ષ 2002માં ગુજરાતના ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલા પર આધારિત છે, જેમાં 30થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને 80થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલામાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)એ આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આ ફિલ્મમાં અક્ષય સ્પેશિયલ ટાસ્ક ફોર્સના અધિકારીની ભૂમિકામાં છે, જે મિશનનું નેતૃત્વ કરે છે. યુનિફોર્મને લઈને થ્રિલ અનુભવતા અક્ષયે કહ્યું હતું કે બલિદાનના શપથ વિના વર્દી લીધા વગર પહેરવામાં સક્ષમ થવું –એ એક એવો વિશેષાધિકાર છે, જે માત્ર એક અભિનેતાને મળે છે.ફિલ્મ બની રહી ત્યારે મારું ધ્યાન એ વિશેષાધિકારનો અનાદર કરવા પર નહોતો.આ ફિલ્મ ‘સ્ટેટ ઓફ સીઝ’નું ડિરેક્શન કેન ઘોષે કર્યું છે.

આ ફિલ્મમાં અન્ય સ્ટાર્સ ગૌતમ રોડ અને દિવ્યાંકા ત્રિપાઠીનો પતિ વિવેક દહિયા છે. કોન્ટિલો પિક્ચર્સ દ્વારા નિર્મિત એ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર ‘સ્ટેજ ઓફ સીઝ’ સિરીઝનો બીજો ભાગ છે. પહેલા ભાગમાં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાને કવર કરવામાં આવ્યો હતો.