નિકિતા રાવલે અંગદાનનો સંકલ્પ કર્યો, લોકોને પ્રોત્સાહિત કર્યા

મુંબઈઃ અભિનેત્રી નિકિતા રાવલે પોતાના અંગને દાન કરવાનો સંકલ્પ લીધો છે. મેં દેશમાં નેત્રહીનો અંગે શોધ કરી તો માલૂમ પડ્યું હતું કે ભારતમાં બેથી ત્રણ સપ્તાહમાં સંપૂર્ણ નેત્રહીનોની વસતિને ઠીક કરી શકાય છે, પણ જો બધા પોતાનાં અંગોનું દાન કરે તો. મને લાગે છે કે આમાં બધાએ સામેલ થવું જોઈએ બધાએ અંગ દાનનો સંકલ્પ લેવો જોઈએ.

રાવલે ‘મિસ્ટર હોટ મિસ્ટર કુલ’, ‘ધ હીરો : અભિમન્યુ’ અને ‘અમ્મા કી બોલી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. નિકિતા રાવલે દેશમાં એવા અસંખ્ય લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમને અંગની જરૂર છે. પછી આંખો હોય, કિડની કે અન્ય અંગો હોય. મૃત્યુ પછી અંગોનો કોઈ ઉપયોગ નથી હોતો અને તેઓ વ્યક્તિને દફનાવવામાં કે અગ્નિદાહ આપવામાં આવે છે. અંગદાનથી કોઈના જીવન રોશન કરી શકાય કે કોઈનું નવું જીવન આપી શકાય છે. મને લાગે છે કે આ દેશના નાગરિકના રૂપમાં એ મારું કર્તવ્ય છે, એમ તેણે કહ્યું હતું.

નિકિતા આસ્થા ફાઉન્ડેશનની સંસ્થાપક છે, જે ગોરેગામમાં- મુંબઈના નયાનગર વિસ્તારમાં વંચિત મહિલાઓના સશક્તીકરણની દિશામાં કામ કરે છે. તેણે રસીકરણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. હજી રોગચાળો ખતમ નથી થયો. આપણે એકમેક પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. નિકિતા ટૂંક સમયમાં અર્શદ વારસી અને ચંકી પાંડેની સાથે ફિલ્મ ‘રોટી કપડાં અને રોમાન્સ’માં નજરે ચઢશે.