‘મણિકર્ણિકા’નાં સેટ પર શૂટિંગ વખતે કંગના ફરી ઘાયલ થઈ

જોધપુર – અભિનેત્રી કંગના રણૌતને ‘મણિકર્ણિકાઃ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મમાં એક સ્ટન્ટ દ્રશ્ય ભજવતી વખતે ઈજા થઈ છે. એને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે.

આ ફિલ્મમાં તે રાણી લક્ષ્મીબાઈનો રોલ કરી રહી છે.

સોમવારે શૂટિંગ વખતે ઘાયલ થયેલી કંગના મુંબઈ પાછી આવી ગઈ છે.

કંગનાને એનાં જમણાં પગની ઘૂંટીમાં વાગ્યા બાદ તરત જ એને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

કંગના આ ફિલ્મમાં શૂટિંગ વખતે આ બીજી વાર ઘાયલ થઈ છે. અગાઉ, ગયા જુલાઈમાં એને તલવારબાજીની તાલીમ લેતી વખતે કપાળ પર તલવાર વાગતાં ૧૫ ટાંકા આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]