બોલીવુડનો-અભિનેતા મારી જાસૂસી કરે છેઃ કંગનાનો આરોપ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે હાલમાં જ ટ્વિટર પર પુનરાગમન કર્યું છે. એણે એવો આક્ષેપ કર્યો છે કે ફિલ્મ ઉદ્યોગનો એક જાણીતો અભિનેતા તેની પર જાસૂસી કરે છે.

કંગનાએ આજે તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી વિભાગમાં એક લાંબી નોંધ શેર કરી છે. એમાં તેણે લખ્યું છે કે, ‘હું જ્યાં પણ જાઉં છું ત્યાં એ મારો પીછો કરે છે અને મારી પર જાસૂસી કરે છે. એણે માત્ર શેરીઓમાં જ નહીં, પણ મારાં મકાનના પાર્કિંગ સ્લોટમાં, ટેરેસમાં પણ ઝૂમ લેન્સ મૂક્યા છે જેથી મારી તસવીરો ખેંચી શકાય. મને ખાતરી છે કે મારો વોટ્સએપ ડેટા પણ લીક કરવામાં આવ્યો હશે અને મારા પ્રોફેશનલ સોદાઓ તથા મારાં અંગત જીવનની વિગતો વિશે પણ જાણી લેવામાં આવ્યું હશે. તે એક માથાફરેલો નેપો-માફિયા બેવકૂફ છે. તે એકવાર અચાનક પૂછ્યા વગર મારાં ઘરનાં દરવાજા સુધી આવી ગયો હતો. એ વ્યભિચારી છે અને નેપો-માફિયા ટોળકીનો હવે વાઈસ-પ્રેસિડન્ટ છે. એણે એની પત્નીને જબરદસ્તીથી નિર્માત્રી બનાવી છે.’ કંગનાએ તે અભિનેતાનું નામ લખ્યું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]