મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલીવૂડના લોકપ્રિય કપલોમાંના છે. બંનેની જોડીને દર્શકો ઘણી પસંદ કરે છે. છેલ્લા ઘણા સમયથી કપલના બીજી વાર માતાપિતા બનવાના સમાચાર સતત આવતા રહ્યા છે. જેથી તેમના ફેન્સ ઘણા ખુશ થયા હતા. હાલમાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે કપલને બીજી વાર માતાપિતા બનવાને લઈ પુષ્ટિ કરી હતી. જોકે હવે તે એની વાતથી પલટી ગયો છે અને તેણે તેના સ્ટેટમેન્ટ માટે માફી માગી છે.
હાલમાં એબી ડિવિલયર્સે યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈને કહ્યું હતું કે વિરાટ કોહલી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે અને તે ટૂંક સમયમાં બાળકને વેલકમ કરવાનો છે. એબી ડિલિયર્સના આ નિવેદન પછી સતત કપલ બીજી વાર પેન્ટ્સ બનવાના સમાચારોએ જોર પકડ્યું હતું. જોકે વિરાટ અને અનુષ્કાએ આ સમાચારોને લઈ કોઈ પુષ્ટિ નહોતી કરી.
આ પહેલાં અનુષ્કાના બીજી વાર માતા બનવાના સમાચાર આવી ચૂક્યા હતા. વર્લ્ડ કપ દરમ્યાન અનુષ્કાની પ્રેગનન્સીના સમાચાર આવ્યા હતા, જેમાં વિરાટની સાથે અનુષ્કા તેના બેબી બમ્પને છુપાવતા નજરે ચઢી હતી. જોકે આ બાબતે પણ કપલે કોઈ પુષ્ટિ નહોતી કરી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા જલદી ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં નજરે ચઢશે, જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત છે.
