હેપ્પી બર્થડે રણવીર સિંહ…

અસંખ્ય લોકોનો ફેવરિટ હીરો, હેન્ડસમ અભિનેતા રણવીર સિંહ આજે પોતાનો 33મો જન્મદિવસ ઊજવી રહ્યો છે.

આઠ વર્ષ પહેલાં બોલીવૂડમાં એન્ટ્રી કરનાર રણવીર સિંહ આજે હિન્દી સિનેમાનો ટોચનો એન્ટરટેનર બની ગયો છે. એકદમ જટિલ પાત્રને પણ કેવી ખૂબીથી અદા કરવું તે આ અભિનેતા બરાબર જાણે છે અને માટે જ એ લોકપ્રિયતાના શિખર પર છે.

‘બેન્ડ બાજા બારાત’ અને ‘લેડિઝ વર્સીસ રિકી બહલ’ બાદ ‘લૂટેરે’ ફિલ્મોને એવરેજ પ્રતિસાદ મળ્યા બાદ ‘ગોલીયોં કી રાસલીલા-રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મોએ રણવીરને ટોચની હરોળમાં મૂકી દીધો હતો.

‘દિલ ધડકને દો’, ‘બેફિક્રે’ અને ‘પદ્માવત’ ફિલ્મોની સફળતાએ એની એક્ટિંગ પ્રતિભાના પ્રશંસકોની સંખ્યા ઓર વધારી દીધી.

માત્ર 10 ફિલ્મોમાં સુપરસ્ટાર બની ગયેલા રણવીરની આવનારી ફિલ્મો છે – ‘ગલી બોય’, ‘સિમ્બા’ અને 1983માં ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીત પર આધારિત ’83’.

(‘પદ્માવત’માં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવનનાર રણવીરનું જુઓ ‘ખલી બલી’ ગીત)

httpss://youtu.be/v7K4vGYL9zI

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]