ઓનલાઈન બોલીવુડ-ફિલ્મોત્સવ માટે ઈરોસ નાઉ-ફેસબુક વચ્ચે ભાગીદારી

મુંબઈઃ ભારતના લવાજમ આધારિત ઓવર-ધ-ટોપ (OTT), વિડિયો ઓન-ડીમાન્ડ મનોરંજન અને મિડિયા પ્લેટફોર્મ ઈરોસ નાઉએ આ દિવાળી તહેવારની મોસમમાં લોકોને વિવિધ તથા ઉત્તમ પ્રકારની મનોરંજનક બોલીવુડ ફિલ્મો બતાવવા માટે ફેસબુક સાથે ભાગીદારી કરી છે. આ સહયોગ અંતર્ગત ઈરોસ નાઉ 3 નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી પોતાના ફેસબુક પેજ પર પોતાની લાઈબ્રેરીમાંની 12,000થી વધારે ભારતીય ફિલ્મોમાંથી કેટલીક ઉત્તમ ફિલ્મોને દર્શાવશે.

ઈરોસ નાઉએ આ ફિલ્મોત્સવ માટે બોલીવુડની યોગ્ય પ્રકારની શૈલી, વ્યાપ અને પ્રાસંગિકતા અનુરૂપ ફિલ્મોને પસંદ કરી છે. આ યાદીમાં ત્રણ દાયકા – 1990, 2000 અને 2010ના દાયકાને આવરી લેતી ફિલ્મોને પસંદ કરવામાં આવી છે જેમ કેઃ હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, તેરે નામ, લવ આજકલ, કોકટેલ, વિકી ડોનર, રાંઝણા, મનમર્ઝિયાં, શુભ મંગલ સાવધાન, હાથી મેરે સાથી વગેરે.