શાહરૂખ ચમકશે રાજકુમાર હિરાણીની ફિલ્મમાં

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પહેલી જ વાર નામાંકિત દિગ્દર્શક રાજકુમાર હિરાણીની ફિલ્મમાં ચમકવાનો છે. હિરાણીની ‘ડંકી’ ફિલ્મમાં શાહરૂખ મુખ્ય ભૂમિકા કરશે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ સાઉદી અરેબિયામાં સમાપ્ત થયું છે. તે અવસરે શાહરૂખે એક વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

વીડિયોમાં શાહરૂખ એક કાળા કોટમાં સજ્જ થયેલો દેખાય છે અને આંખો પર કાળા સનગ્લાસીસ પહેર્યા છે. એ સાઉદી અરેબિયાના રણની વચમાં ઊભો હોય એવું લાગે છે. ‘ડંકી’ ફિલ્મ હિરાણી અને શાહરૂખની બિઝનેસ ભાગીદારીવાળી પહેલી ફિલ્મ છે. એમાં તાપસી પન્નૂ, બોમન ઈરાની અને વિકી કૌશલ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મની ટીમ શૂટિંગ માટે અગાઉ લંડન ગઈ હતી. ‘ડંકી’ ફિલ્મની વાર્તા ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગીને સ્થળાંતર કરનાર વ્યક્તિ પર આધારિત છે. આ ફિલ્મ 2023ની 22 ડિસેમ્બરે રિલીઝ થવાનું નિર્ધારિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]