‘દયા’ દિશા વાકાણી મમ્મી બની… પુત્રીરત્ન પ્રાપ્તઃ અભિનંદન

મુંબઈ – ખૂબ લોકપ્રિય બનેલી હિન્દી ટીવી સિરિયલ  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનું પાત્ર ભજવીને જાણીતી થયેલી અભિનેત્રી દિશા વાકાણીએ પુત્રીને જન્મ આપ્યો છે.

(આ તસવીર પ્રતીકાત્મક છે. ટીવી સિરિયલના એક એપિસોડનાં એક દ્રશ્યની છે)

દિશાએ 2015માં મુંબઈના વેપારી મયૂર પડિયા સાથે લગ્ન કર્યાં હતાં. દંપતીનું આ પ્રથમ સંતાન છે.

દિશાએ આજે સવારે પવઈ વિસ્તારસ્થિત હિરાનંદાની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. માતા અને દીકરી, બંનેની તબિયત સારી છે.

દિશાએ ગુજરાતી રંગભૂમિ પર ‘લાલી-લીલા’ નાટકમાં યાદગાર ભૂમિકા ભજવ્યા પછી લોકપ્રિય બનેલી ‘ખીચડી’ સિરિયલથી નાનકડા પડદા પર એન્ટ્રી કરી હતી. એમાં તે મહેમાન કલાકાર તરીકે ચમકી હતી, પરંતુ ત્યારબાદ  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી સિરિયલ સુપર ફેમસ થઈ અને એની સાથે દિશા પણ ઘેર-ઘેર જાણીતી થઈ છે.

દિશા છેલ્લા ચાર મહિનાથી મેટરનિટી લીવ પર છે.