ઈન્સ્ટાગ્રામ પર દીપિકાનાં બે કરોડ ફોલોઅર્સ; એને અપાયો એવોર્ડ

મુંબઈ – ઈન્ટરનેટ બેઝ્ડ ફોટોશેરિંગ એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામ પર બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એનાં ફોલોઅર્સનો આંકડો બે કરોડને પાર કરી ગયો છે.

દીપિકાને આ માટે એવોર્ડ મળ્યો છે અને એવોર્ડ (ટ્રોફી) સાથેની તસવીર એણે પોસ્ટ કરી છે.

રસપ્રદ વાત એ છે કે ઈન્સ્ટાગ્રામ પર દીપિકા સમગ્ર એશિયામાં સૌથી વધારે ફોલો કરાતી મહિલા બની છે. એણે બોલીવૂડમાં એન્ટ્રી કરી ત્યારથી એનાં ચાહકવર્ગનો વ્યાપ સતત વધી રહ્યો છે.

દીપિકાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છેઃ ‘આજે આ એવોર્ડ મેળવીને મારાં આનંદનો પાર રહ્યો નથી. આ સિદ્ધિ મારે મન હંમેશાં વિશિષ્ટ રહેશે. થેંક્યૂ ઈન્સ્ટાગ્રામ.’

દીપિકા માત્ર ભારતમાં જ નહીં, પણ એશિયાના દેશો તેમજ અન્ય ખંડના દેશોમાં પણ મોટો ચાહકવર્ગ ધરાવે છે. ઈન્સ્ટાગ્રામ ઉપરાંત ટ્વિટર અને ફેસબુક – એમ ત્રણેય સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર એના ચાહકોની સંખ્યા જબ્બર છે.

છેલ્લા અમુક વર્ષોમાં સોશિયલ મિડિયા પર દીપિકાની ઘણી ફેન ક્લબ્સમાં પણ વધારો થયો છે, જેઓ આ અભિનેત્રી વિશે ઘણી રસપ્રદ વાતો રજૂ કરીને સતત સક્રિય રહેતી હોય છે.

પદ્માવતી ફિલ્મમાં દીપિકાએ જબરદસ્ત અભિનય કર્યો છે. આ ફિલ્મનાં પોસ્ટર્સ તથા ટ્રેલર અને ‘ઘૂમર’ ગીતની દુનિયાભરમાં લોકોએ પ્રશંસા કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]