તૈમુર અલીનો પહેલો જન્મદિવસ પટૌડી મહેલમાં ધામધૂમથી ઉજવાશે

મુંબઈ – બોલીવૂડ કલાકાર દંપતી સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં પ્રથમ સંતાન – પુત્ર તૈમુર અલી ખાન આવતી 20 ડિસેમ્બરે એક વર્ષનો થશે. એના પહેલા જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરવાની પટૌડી ખાનદાનમાં તૈયારી ચાલી રહી છે.

કરીનાએ અગાઉ કહ્યું હતું કે તૈમુરના જન્મદિવસની ઉજવણી ફેમિલી ગેટ-ટુગેધર પ્રકારનું હશે, કોઈ મોટી ઉજવણી નહીં હોય, પણ એવી વાત જાણવા મળી છે કે નાનકડા રાજકુમારનો બર્થડે ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે.

તૈમુર અલી ખાનનો જન્મદિવસ હરિયાણામાં પટૌડી મહેલમાં ઉજવવામાં આવે એવા અહેવાલ છે.

સૈફ અને કરીના એમનાં પરિવારજનોની સાથે ડિસેમ્બરના મધ્ય ભાગમાં પેલેસમાં રહેવા જશે. ત્યાં એક અઠવાડિયા લાંબો ઉજવણી કાર્યક્રમ થવાનો છે.

તે ઉજવણીમાં સૈફના માતા અને તૈમુરના દાદી શર્મિલા ટાગોર તથા કપૂર ખાનદાનનાં સભ્યો પણ સામેલ થશે.

કહેવાય છે કે કરિશ્મા કપૂરનાં બાળકો – સમઈરા અને કિઆન રાજ તેમજ શાહરૂખ ખાન અને તેનો પુત્ર અબ્રામ તથા કરણ જોહરના ટ્વિન્સ બાળકો – યશ અને રુહી પણ તે ઉજવણીમાં સામેલ થશે.

રણબીર કપૂર પણ શાહી ઉજવણીમાં જોડાવાનો છે.

બર્થડે પાર્ટી-ઉજવણી કાર્યક્રમમાં સામેલ થનારાઓને શાહી ભોજન જમાડવામાં આવશે એવો પણ અહેવાલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]