બાળકોનાં-સ્વાસ્થ્યની ચિંતાઃ દીયા મિર્ઝાએ શેર કર્યાં હેલ્પલાઈન-નંબર

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરમાં બાળકોનાં સ્વાસ્થ્યની ચિંતા વધી રહી છે. લોકોને સ્વાસ્થ્યને લગતી જાણકારીઓ અને મદદને લગતી વિગતોની સતત જરૂર પડે છે. લોકો આ માટે સોશિયલ મિડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે અને એકબીજાંને મદદરૂપ થઈ રહ્યાં છે. આમાં બોલીવૂડની હસ્તીઓ પણ પોતપોતાની રીતે લોકોની મદદ કરી રહી છે. અભિનેત્રી દીયા મિર્ઝાએ અમુક હેલ્પલાઈન નંબર શેર કર્યાં છે.

બાળકોનાં સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરીને દીયાએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને બાળકોની મદદ માટે જાણકારી આપી છે. એમાં તેણે અનેક જરૂરી હેલ્પલાઈન નંબર શેર કર્યા છે. તેમાં એનજીઓ તથા અન્ય સંસ્થાઓનાં નંબર પણ છે. બાળકોની તસવીર સાથે દીયાએ લખ્યું છેઃ કોરોનાવાઈરસના બીજા તબક્કામાં બાળકોની મદદ માટે આપણે એમની પડખે જ ઊભાં છીએ. અનેક બાળકો એમનાં માતા-પિતાને ગુમાવી રહ્યાં છે. આ સંસ્થાઓ આપણાં બાળકોની મદદ કરી શકે છે. આ હેલ્પલાઈન નંબર સેવ કરી લોઃ સેવ ધ ચિલ્ડ્રનઃ હેલ્પલાઈન નંબર 1908, કૈલાશ સત્યાર્થી ફાઉન્ડેશનઃ 1800-1027222. ઉલ્લેખનીય છે કે દીયાએ તાજેતરમાં જ લગ્ન કર્યાં હતાં અને તે ગર્ભવતી પણ થઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]