જો તમે મારા માટે યોગ્ય છો તો ફોન કરોઃ સાન્યા મલ્હોત્રા

નવી દિલ્હીઃ ‘દંગલ’ ફેમ સાન્યા મલ્હોત્રા આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘પગલેટ’થી ધૂમ મચાવવા આવી રહી છે. કંગના રણોત સહિત બોલીવૂડ એક્ટર્સે ફિલ્મમાં સાન્યાની એક્ટિંગની પ્રશંસા કરી છે. સાન્યા પડદા પર જ નહીં, પણ રિયલ લાઇફમાં પણ ઘણી બોલ્ડ છે અને તે સોશિયલ મિડિયા પણ ઘણી સક્રિય છે. પોતાની બોલ્ડનેસ બતાવતાં સાન્યાએ પોતાના ફેન્સ માટે એક સારો મેસેજ મોકલ્યો છે.

હાલમાં જ સાન્યાએ જણાવ્યું હતું કે તે હજી પણ સિંગલ છે. સાન્યાથી જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તે કઈ પ્રકારના લાઇફ પાર્ટનરને પસંદ કરશે તો તેણે કહ્યું કોઈ પણ ચાલશે. એક્ટ્રેસ હસતાં-હસતાં કહ્યું હતું કે એ બહુ પર્સનલ સવાલ છે, પ્રામાણિકપણે કહું તો મને નથી ખબર.

સાન્યાએ કહ્યું હતું કે હું સિંગલ છું અને હું તૈયાર છું. હું મારા મિત્રોને પૂછતી રહું છું કે મારે શું કરવું જોઈએ અને તેઓ મને કહે છે કે તારે બસ ખુલ્લા મને સામે આવવું જોઈએ અને મને આ વાત સમજમાં નથી આવતી. મેં કંઈ વિચાર્યું નથી કે મારો જીવનસાથી કેવો હોવો જોઈએ, મને કોઈ પણ મળી જાય, ચાલશે.

સાન્યાએ વધુમાં કહ્યું હતું કે મજાક ઠીક છે, પણ તે સારી વ્યક્તિ હોવો જોઈએ માનસિક રીતે અને આધ્યાત્મિક હોવો જોઈએ. વળી, એ મારા વિચારો સાથે મેળ ખાતો હોવો જોઈએ. બસ, એટલું જ કહેવા ઇચ્છું છું કે જો તમે આવા છો તો મને કોલ કરી શકો છો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]