ફૂટબોલ રમવા સહિત ફરાહ સાથે એડ-શૂટિંગ કરતો ધોની  

નવી દિલ્હીઃ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના દેશ-વિદેશમાં લાખો-કરોડો ફેન્સ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સસ્પેન્ડ થયા પછી અને સપ્ટેમ્બરમાં ફરી શરૂ થાય ત્યાંસુધી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન એમએસ ધોની એક્શનમાં આવ્યો છે, પણ ક્રિકેટ મેદાનની બહાર. તેણે ફરાહ ખાનની સાથે જાહેરાતનું શૂટિંગ પણ કર્યું હતું અને મુંબઈમાં ફૂટબોલની પ્રેક્ટિસ પણ કરી હતી.

મિત્રો અને ફેમિલી સાથે હિમાચલમાં રજાઓ ગાળ્યા પછી ધોનીએ કામ કરવાનું શરૂ કર્યું છે. ધોનીની નજર IPL 2021 જીતવા પર નજર છે. તેણે વ્યસ્ત રહેવા જાહેરાતનું શૂટિંગ અને ફૂટબોલની રમવાનું શરૂ કર્યું છે. અહીં નીચે તેના ફોટો છે, જે પ્રશંસકોને તેમનાં નવાં રૂપ અને એક્શનની ઝલક આપે છે.

ફિલ્મમેકર ફરાહ ખાને વિકેટકીપર-બેટ્સમેનની સાથે ફોટો શેર કર્યા છે, કેમ કે બંનેએ જાહેરાતનું શૂટિંગ એક દિવસ વિતાવ્યો છે. તેણે કહ્યું હતું કે તે હવે ધોનીની ફેન છે.

ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર તેની અને ધોનીનો ફોટો શેર કર્યો છે, જે ફોટો સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ ક્લિક કર્યો છે. ફરાહે ફોટો શેર કરતાં લખ્યું હતું કે, શું સરસ વ્યક્તિ છે, એટલો સમયનો પાકો, ડાઉન ટુ અર્થ, તે દરેક જણ સાથે ફોટો આપી રહ્યો છે. હવે હું પણ તેની ફેન થઈ ગઈ છું.

એમએસ ધોની ફૂટબોલપ્રેમી છે, એ સૌને ખબર છે અને IPL 2021ની બીજા તબક્કાની મેચો પહેલાં ધોનીએ રવિવારે સાંજે મુંબઈમાં ફૂટબોલની પ્રેક્ટિસનો આનંદ લેતો જોવા મળ્યો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]