દર્શકોને સાચી વાત જાણવાનો અધિકાર છેઃ મુનમુન દત્તા

મુંબઈઃ ટીવી જગતના સૌથી મશહૂર કોમેડી શોમાંનો એક ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ને દર્શકોનો પ્રેમ મળતો રહ્યો છે. એ શો ઘણા લાંબા સમયથી પ્રસારિત થઈ રહ્યો છે અને એના દરેક કલાકાર લોકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. આ જ સિરિયલની 33 વર્ષીય બબિતા ઐયરની ભૂમિકા ભજવી રહેલી મુનમુન દત્તા આજકાલ ન્યૂઝમાં છે. તેણે આ શો છોડ્યાના અહેવાલોએ ન્યૂઝમાં છે. એક વિડિયોમાં જાતિવાદી ટિપ્પણીનો વિવાદ વાઇરલ થયા પછી અભિનેત્રીની શોમાં ગેરહાજરી ઊડીને આંખે વળગી છે.

વાસ્તવમાં મુનમુન છેલ્લા કેટલાક એપિસોડમાં નજરે નહીં ચઢતાં એ અટકળો તેજ થઈ હતી કે તેણે પણ દયા વાકાણીની જેમ શોને અલવિદા તો નથી કહી દીધી. જોકે એ વિશે ખુલાસો કરતાં મુનમુને છેલ્લા બે-ત્રણ દિવસોમાં કેટલીક બાબતોને ખોટી ગણાવી હતી અને તેણે કહ્યું હતું કે એ વિવાદે મારા પર નકારાત્મક અસર પાડી છે.

લોકો કહી રહ્યા છે કે મેં શોના સેટ પર રિપોર્ટ નથી કર્યો- એ સંપૂર્ણ રીતે ખોટું છે. સાચી વાત તો એ છે કે એ શોના ટ્રેકમાં મારી જરૂર નહોતી, એટલે મને શૂટિંગ માટે નથી બોલાવવામાં આવી. પ્રોડ્યુસરને એ શોના એ હપતામાં મારી હા જરૂર ન લાગી, એટલે મને શૂટિંગ નહોતી બોલાવી. એ બાબત હું નક્કી નથી કરતી, પ્રોડક્શન ટીમ નક્કી કરે છે. હું એ શોમાં કામ કરું છું અને પાછી આવું છું. જોકોઈ દ્રશ્યમાં મારી જરૂર ન હોય તો હું શૂટિંગ નહીં કરું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]