વર્લ્ડકપ-ટ્રોફીનું અનાવરણ કરવા મળ્યું તેથી દીપિકા બેહદ ખુશ

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણેને ગઈ કાલે કતરના લુસૈલ સ્ટેડિયમમાં ‘ફિફા વર્લ્ડકપ-૨૦૨૨’ ફાઈનલ મેચ પૂર્વે સ્પર્ધાની વિજેતા ટ્રોફીનું અનાવરણ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. એણે આજે કહ્યું, ‘મને આ મોકો આપવામાં આવ્યો એ બદલ હું ખૂબ આભારી છું.’

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રાતે દીપિકાએ સ્પેનના ભૂતપૂર્વ ગોલકીપર આઈકર કેસીલાસ સાથે મળીને હજારો દર્શકો સમક્ષ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.