વેપાર મંત્રાલય રોકડ પાકો વિશેના જૂના કાયદામાં બદલાવ કરશે

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં ચા, કોફી, મસાલા રબર અને તંબાકુ જેવા રોકડ પાકોની ખેતી કરનારા ખેડૂતોને લાભ થશે. વાસ્તવમાં કેન્દ્રીય વેપાર મંત્રાલયે આ પાકોની ખેતીથી સંબંધિત પાંચ વિધેયકો પર નીતિ પંચની સાથે નવેસરથી ચર્ચા કરી શકે છે, એમ એક અધિકારીએ એ માહિતી આપી હતી. આ વર્ષના પ્રારંભે મંત્રાલયે આ ક્ષેત્રો પર જૂના કાયદાને દૂર કરીને નવા કાયદા લાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ કવાયતનો હેતુ આ ઉત્પાદનોના વિકાસને પ્રોત્સાહન અને વેપાર કરવા માટે સાનુકૂળ વાતાવરણ બનાવવાનો હતો.

નીતિ પંચે આ પાંચ વિધેયકો પર મંત્રાલયની સમક્ષ કેટલાક વાંધા દર્શાવ્યા હતા. આ મુદ્દા પર હાલમાં વરિષ્ઠ અદિકારીઓની વચ્ચે એક બેઠકમાં ચર્ચા થઈ હતી. નીતિ પંચે એના પર ફરીથી વિચાર કરવાનું સૂચન કર્યાં હતાં અને મંત્રાલયે એના પર મદદ માગી હતી.

નીતિ પંચને મસાલા (સંવર્ધન અને વિકાસ) વિધેયક-2022, રબર (સંવર્ધન અને વિકાસ) વિધેયક-2022, કોફી (સંવર્ધન અને વિકાસ) વિધેયક-2022, ચા (સંવર્ધન અને વિકાસ) વિધેયક વિધેયક-2022 અને તંબાકુ બોર્ડ (સંશોધન) વિધેયક 2022 પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.  મંત્રાલયે તેની ચિંતાઓને દૂર કરવા માટે આ વિધેયકોના મુસદ્દા પર સ્ટેકહોલ્ડર્સનો અભિપ્રાય પણ લીધો હતો.

વેપાર મંત્રાલયની વેબસાઇટ પર આ વિધેયકો વિશે  માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મુજબ નવા પ્રસ્તાવિત કાયદાની ખરાઈ અને આ ક્ષેત્રોના હેતુને પ્રદર્શિત કરે છે.