મુંબઈઃ KBC-13 શોનો પ્રારંભ અમિતાભ બચ્ચને ઉમળકાભેર સાથે કર્યો હતો. આ શોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને ફરી એક વાર સામાજિક અંતરનું પાલન કરતા દર્શકોને સ્ટુડિયોમાં બોલાવવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન પણ દર્શકોને જોઈને બહુ ખુશ દેખાતા હતા અને બધાનું તેમણે સ્વાગત કર્યું હતું. આ શોમાં પહેલા સ્પર્ધક હતા ઝારખંડથી આવેલા જ્ઞાન રાજ. તે શોમાં રૂ. 3,20,000 જીતવામાં સફળ રહ્યા હતા.
પહેલા સ્પર્ધક જ્ઞાન રાજ 100 વૈજ્ઞાનિકોની એક ટીમના સભ્ય છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકારના રૂપે કામ કરે છે. તેઓ ઊંચું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવા છતાં તેઓ ઝારખંડની એક અંતરિયાળ સ્કૂલમાં વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કરે છે.
તેમણે આ સ્પર્ધા દરમ્યાન પ્રથમ પાંચ સવાલોના જવાબ આપ્યા હતા. એ પછી તેમને અન્ય સવાલો નીચે મુજબ આપ્યા હતા.
- ફિલ્મમાં એક્ટર કહે છે, જબ તક છોડેંગે નહીં, તબ તક તોડેંગે નહીં. આ પ્રક્રિયામાં તેમને 22 વર્ષ લાગ્યાં
જવાબ- દશરથ માંઝી
7 કયા પ્રખ્યાત લેખકની વાર્તા દુનિયાના અણમોલ રત્ન કાનપુરના ઉર્દૂ જર્નલ જમાનામાં પ્રકાશિત થઈ હતી?
જવાબ –મુનશી પ્રેમચંદ
- વિડિયોમાં કયા ખેડૂત નેતા ઇન્ટરવ્યુ આપતા દેખાય છે?
જવાબ- રાકેશ ટિકૈત
- વર્ષ 2021માં ગણતંત્ર દિવસે પરેડના દિને કયા દેશની આર્મ્ડ ફોર્સે ભાગ લીધો હતો.
જવાબ- બંગ્લાદેશ
- એ ટેક્સીકેબનો નંબર શો હતો, જેનો ઉપયોગ કરીને એસ. રામાનુજમથી મળવા ગણિતજ્ઞ જી. એચ. હાર્ડી પહોંચ્યા હતા. એ નંબર હવે હાર્ડી-રામાનુજમ નંબરથી ઓળખાય છે.
જવાબ- 1729
- બાબારનામા કઈ ભાષામાં લખવામાં આવી છે?
જવાબ-ચુગતાઈ
જ્ઞાન રાજ રૂ. 12.50 લાખનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. છેલ્લો જવાબ ખોટો પડતાં તેઓ રૂ. 3.2 લાખની રકમ જીતી શક્યા હતા.