અમિત કુમારના માતાનું નામ શું છે?… શિલ્પા શેટ્ટીને બર્થડેટની કઈ સમસ્યા સતાવે છે?

 

પ્રકાશ મોકાણી (સુરત)

ગાયક કિશોરકુમારે કેટલા લગ્ન કર્યા હતા? અમિતકુમાર કઈ પત્નીનો પુત્ર છે?

કિશોરકુમારે રૂમા દેવી, મધુબાલા, યોગીતા બાલી અને લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા હતા. એમાં પહેલી પત્ની રૂમા દેવીનો પુત્ર અમિતકુમાર છે. ત્યારબાદ લીનાથી થયેલો બીજો પુત્ર સુમીતકુમાર છે.
(‘જી’ ઓક્ટોબર-1992ના અંકમાંથી સાભાર)


શિલ્પા શેટ્ટીની વિચિત્ર સમસ્યા
અક્ષય કુમાર એક સમયે સહ-અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો રીયલ લાઈફમાં બોયફ્રેન્ડ હતો એ જાણીતી વાત છે, પણ બંને વચ્ચે બ્રેકઅપ થયા બાદ શિલ્પાએ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં. પણ શિલ્પાની સમસ્યા એ છે કે રાજ અને અક્ષય, બંનેની જન્મતારીખ સરખી છે – 9 સપ્ટેમ્બર. એટલે શિલ્પાને પસંદ ન હોવા છતાં દર વર્ષે એણે 9 સપ્ટેમ્બરની તારીખ સેલિબ્રેટ કરવી પડે – રાજને ખાતર. રાજનો જન્મ 1975ની 9 સપ્ટેમ્બરે લંડનમાં થયો હતો, અક્ષયનો જન્મ 1967ની 9 સપ્ટેમ્બર અમૃતસરમાં થયો હતો.