ફિલ્મ ‘પદ્માવત’માં શાહિદના અભિનયથી ભણસાલી પ્રભાવિત

મુંબઈ – અભિનેતા શાહિદ કપૂર માટે ‘પદ્માવત’ ફિલ્મ મહત્વની સાબિત થઈ છે. આ ફિલ્મમાં શાહિદે મહારાવલ રતન સિંહનું પાત્ર ભજવ્યું છે. એના અભિનયની ઘણી પ્રશંસા થઈ છે.

આ પ્રશંસકોમાં ખુદ ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલી પણ છે.

ભણસાલીનું કહેવું છે કે, ‘શાહિદ સાથે આ મારી પહેલી ફિલ્મ હતી. એ ઊર્જાથી ભરપૂર છે. હું એના અભિનયનો પ્રશંસક બની ગયો છું. એ હંમેશાં પોતાના પરફોર્મન્સમાં પરફેક્શન ઈચ્છતો હતો. એ જ્યારે પણ પોતાના કોઈ શોટથી ખુશ થતો નહોતો ત્યારે મને કહેતો કે હું એ શોટને વધારે સરસ રીતે ભજવી શક્યો હોત. ત્યારે મારે એને કહેવું પડતું હતું કે હું તો તારા આ શોટથી ખુશ થયો છું. શાહિદે મહારાવલ રતન સિંહનું પાત્ર સરસ રીતે ભજવ્યું છે. એણે પોતાના આ પાત્રને ભજવવામાં પૂરો જાન રેડી દીધો હતો. ફિલ્મમાં દીપિકા અને શાહિદની જોડી પણ સરસ લાગે છે. હું તો ઈચ્છું છું કે આ જોડી રૂપેરી પડદા પર ફરી જોવા મળે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]