ટીબી-વિરોધી ઝુંબેશમાં વાણી કપૂર, કામભારી સામેલ

મુંબઈઃ ગઈ કાલે 24 માર્ચે ‘વિશ્વ ટ્યૂબરક્યૂલોસિસ (ટીબી) દિવસ’ મનાવવામાં આવ્યો હતો. તે અવસરે અગ્રગણ્ય ફાર્માસ્યુટિકલ કંપની જોન્સન એન્ડ જોન્સન ઈન્ડિયા દ્વારા યુવા વ્યક્તિઓ પર કેન્દ્રિત, ડિજિટલ-ફર્સ્ટ ઝૂંબેશ જોન્સન એન્ડ જોન્સન ઈન્ડિયા કંપનીએ ટીબી (ક્ષય) રોગની વિરુદ્ધમાં એક ઝુંબેશ શરૂ કરી હતી – ‘બી ધ ચેન્જ ફોર ટીબી’. એક અનુમાન મુજબ, ભારતમાં ટીબીના 30 ટકા કેસ 18થી 30 વર્ષના વયજૂથમાં હોય છે તેથી આ ઝુંબેશનો ઉદ્દેશ્ય યુવા વ્યક્તિઓને ટીબીને નાબૂદ કરવા માટે સમર્થ બનાવવાનો છે. આ જનજાગૃતિ ઝુંબેશમાં બોલીવુડ અભિનેત્રી વાણી કપૂર અને જાણીતા રેપર કામ ભારી (કુણાલ પંડાગળે)ને પણ સામેલ કરવામાં આવ્યાં છે. વાણી કપૂર આ ઝુંબેશનો ચહેરો બની છે.

આ ઝુંબેશના ભાગરૂપે એક રેપ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જે હિપ-હોપ રેપર અને ગીતકાર કામ ભારીએ ગાયું છે અને એની સાથે વાણી કપૂરે અભિનય પણ કર્યો છે. વાણી કપૂરે કહ્યું છે કે, ભારતમાં ટીબીથી દરરોજ 1,300 જણ મૃત્યુ પામે છે. તમામ લોકો માટે ટીબીની સારવાર મફત ઉપલબ્ધ છે. આપણે સહે સાથે મળીને પરિવર્તન લાવવાનું છે. લોકોએ ટીબીના ઉપચાર વિશે સાચી જાણકારી મેળવી તેનો પ્રસાર કરવાનો છે અને પરિવર્તનના દૂત બનવાનું છે. આપણે અન્યોને ટીબીનો ઈલાજ કરવા માટે પ્રોત્સાહિત કરવાના છે. રેપ આર્ટિસ્ટ કામ ભારીએ કહ્યું છે કે, દુનિયાને બદલવાની સંગીતમાં તાકાત રહેલી છે. યુવાઓમાં જાગૃતિ વધારવા અને ટીબીની સારવાર કરાવવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાયેલી ઝુંબેશમાં મને ભાગ બનાવવામાં આવ્યો છે તેથી હું ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું.

https://www.instagram.com/p/CbfCdDVLL3e/