બોલિવુડ એક્ટર સલમાન ખાનને ફરી મળી ધમકીઃ રૂ. પાંચ કરોડની માગ

મુંબઈઃ બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને એક તાજી ધમકી મળી છે. તેને લોરેન્સ બિશ્નોઈના ભાઈને નામે ફરી ધમકી મળી છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લોરેન્સ બિશ્નોઈને નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. તેને એ વ્યક્તિએ રૂ પાંચ કરોડની માગ કરી છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી.

 ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે લોરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છે અને જો સલમાન ખાન જીવતો રહેવા માગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માગવી જોઈએ અથવા 5 કરોડ રૂપિયા આપવા જોઈએ. જો આમ ના કરવાથી તને મારી જાનથી નાખીશું, અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.તેને આ ધમકીભર્યા મેસેજ વિશે ગઈ કાલે  જાણ થઈ, જ્યારે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા અધિકારીએ અડધી રાત્રે તેને વાંચ્યો. પોલીસ હાલમાં ધમકી આપનારા વ્યક્તિને શોધી રહી છે. આ ધમકીભર્યા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન જીવતો રહેવા ઇચ્છતો હોય તો તેણે અમારા બિશ્નોઇ સમાજના મંદિરમાં માફી માગવી જોઈએ. જો તે આવું નહીં કરે તો તેને અમે મારી નાખીશું, અમારી ગેન્ગ સક્રિય છે.

હજી થોડા દિવસ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બોલીવૂડના સુપરસ્ટાર પાસેથી રૂ. 2 કરોડની માગણી કરતા અનેક વોટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો.

આ પહેલાં પણ ઝારખંડના એક વ્યક્તિએ સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ મોકલીને માફી માગી હતી. પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતી આ વ્યક્તિએ કેસ પતાવવા માટે 5 કરોડ રૂપિયાની માગ કરી હતી. 1990ના દાયકામાં કથિત કાળા હરણના શિકારને કારણે સલમાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર રહ્યો હતો.

હજી થોડા દિવસ પહેલાં જ સલમાનના નજીકના મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં તેમની ઓફિસ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી અગાઉ કોંગ્રેસના નેતા હતા. આ પછી તેઓ NCPમાં જોડાયા. 12 ઓક્ટોબરે અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી હતી. સલમાન અને બાબા સિદ્દીકી ગાઢ મિત્રો હતા. બાબા સિદ્દીકી એ મતવિસ્તારમાંથી આવ્યા હતા, જ્યાં સલમાન રહે છે.