મુંબઈ – બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના કિસાનોની મોટી મદદે આવ્યા છે.
બચ્ચને એમના નવા બ્લોગમાં લખ્યું છે કે એમણે ઉત્તર પ્રદેશના 850 કિસાનોને શોધી કાઢીને યાદી તૈયાર કરી છે જેમની કુલ રૂ. 5 કરોડ અને 50 લાખની લોન પોતે ચૂકવી દેશે.
76 વર્ષીય અમિતાભે હાલમાં જ મહારાષ્ટ્રમાં 44 શહીદ જવાનોનાં પરિવારોને સરકારી એજન્સીઓ મારફત નાણાકીય સહાયનું વિતરણ કર્યું હતું.
એમણે લખ્યું છે એમને આ કામો કરીને ખૂબ જ સંતોષની લાગણીનો અનુભવ થાય છે.