અમિતાભે લીધો કોરોના-રસીનો બીજો ડોઝ

મુંબઈઃ બોલીવૂડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચને કોરોના-પ્રતિરોધક રસીનો એમનો બીજો ડોઝ આજે લીધો છે. ડાબા બાવડા પર રસી લેતો એમનો ફોટો અમિતાભે પોતે જ સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

78-વર્ષીય અમિતાભે આ ફોટોની કેપ્શનમાં લખ્યું છેઃ ‘દૂસરા ભી હો ગયા. કોવિડ વાલા, ક્રિકેટવાલા નહીં. સોરી સોરી… આ તો બહુ ખોટું લખાઈ ગયું.’ અમિતાભે કોરોના દર્દીઓને મદદરૂપ થવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) તથા શહેરની હોસ્પિટલોને 10 ઓક્સિજન વેન્ટિલેટર્સના પ્રથમ જથ્થાનું દાન કર્યું છે. બીજા 10 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપી દીધો છે અને આગામી દિવસોમાં જ તે ડિલીવર કરી દેવામાં આવશે, ત્યારબાદ કોવિડ કેર સેન્ટરો તથા હોસ્પિટલોને વિતરીત કરી દેવામાં આવશે. શહેરના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલની વિનંતીને પગલે છ વેન્ટિલેટર્સ અમિતાભે બીએમસીને આપ્યા છે જ્યારે ચાર વેન્ટિલેટર્સ સાયન હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, કલસેકર હોસ્પિટલ તથા જ્વેલ નર્સિંગ હોમને દાનમાં આપ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]