શૈલેષ લોઢા પછી ‘બબિતાજી’એ પણ TMKUC શો છોડ્યો છે?

નવી દિલ્હીઃ ટીવીના કોમેડી શો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં’ને પ્રતિદિન નવા સમાચાર આવી રહ્યા છે. હાલમાં આ સિરિયલમાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર એક્ટર અને કવિ શૈલેષ લોઢાએ સિરિયલ છોડી દીધાના સોશિયલ મિડિયા પર વહેતા થયેલા સમાચાર બાદ એક વધુ કલાકારે સિરિયલ છોડ્યાના સમાચાર છે, જે દર્શકોને ઝટકો આપનારા છે. નજીકનાં સૂત્રોના જણાવ્યા મુજબ તારક મહેતા ઉલ્ટા ચશ્માંમાં ‘બબિતાજી’ની ભૂમિકા ભજવતી મુનમુન દત્તા આ સિરિયલ છોડવાની છે. તેમણે આ નિર્ણય OTTના ચર્ચિત અને વિવાદિત રિયલ્ટી શો બિગ બોસ OTTનો હિસ્સો બનવાને કારણે લીધો છે. જોકે એ વિશે સત્તાવાર નિવેદન નથી આવ્યું.

શૈલેશ લોઢાએ શો છોડવા વિશે આ સિરિયલના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ છેવટે આ બાબતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે આ સિરિયલમાં બધા એક્ટરો 10 વર્ષ કરતાં વધુ સમયથી મારી સાથે કામ કરી રહ્યા છે, શૈલેષે સિરિયલ છોડી એ બાબતે હું કંઈ જાણતો નથી, પણ જો એવું કંઈક હશે તો ચોક્કસ હું તેની સાથે વાત કરીશ. હાલ તો હું આ સિરિયલના દર્શકોને કેવી રીતે મનોરંજન પૂરું પાડી શકું એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું. હાલ તો હું આ સિરિયલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને  સિવાય વધુ કંઈ કહી શકું એમ નથી.

અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ આ સિરિયલના શૂટિંગમાં આવવાનું બંધ કર્યું છે અને તે આ શોમાં હવે નહીં દેખાય. શૈલેષ લોઢાએ શો છોડ્યા અને એને બદલે બીજા એક્ટરને લેવામાં આવ્યાના સમાચાર વહેતા થયા છે, આ અગાઉ નેહા મહેતા અને ગુરુચરણ સિંહ સોઢીએ પણ આ તારક મહેતા સિરિયલ છોડી ચૂક્યા છે. આ બે એક્ટરની પહેલાં આ સિરિયલના દયાબહેન ઉર્ફે દિશા વાકાણીએ પણ પ્રેગનન્સીને કારણે સિરિયલ છોડી છે.