આવી રહી છે ‘અકાસા એર’; પહેલા વિમાનની તસવીર રિલીઝ કરી

શેરબજારના અબજોપતિ ઈન્વેસ્ટર અને ‘બિગ બુલ’ તરીકે જાણીતા થયેલા લોન્ગ ટર્મ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થનવાળી નવી એરલાઈન અકાસા એર ટૂંક સમયમાં જ દેશમાં તેની વિમાનસેવા શરૂ કરવાની છે. એરલાઈને તેના પહેલા વિમાનની તસવીર ટ્વિટરના માધ્યમથી રિલીઝ કરી છે.

એક ટ્વીટમાં એરલાઈને વિમાનની તસવીરની કેપ્શનમાં લખ્યું છે: તમારા આકાશમાં ટૂંક સમયમાં જ આવી રહ્યા છીએ.

સસ્તા ભાડામાં વિમાનપ્રવાસ કરાવનાર અકાસા એરે કમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરવા માટે બોઈંગ 737 વિમાનોનો કાફલો પ્રાપ્ત કર્યો છે. તેને કમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના મુલ્કી ઉડ્ડયન મંત્રાલય પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મળી ગયું છે. 2021માં કંપનીએ 72 બોઈંગ-737 મેક્સ વિમાનનો ઓર્ડર આપ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]