વિરાટને લેવા એરપોર્ટ આવીને અનુષ્કાએ શું આપી સરપ્રાઈઝ?

નવી દિલ્હીઃ રવિવારની રાત સુધી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કોલકત્તામાં હતા. અહીંયા તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ ડે-નાઈટ મેચમાં ભાગ લીધો હતો, જેને ભારતે સવા બે દિવસમાં પોતાના નામે કરી લીધી. પહેલીવાર ગુલાબી બોલથી રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ભારતને જીત મળી છે. મેચ સાથે જોડાયેલા તમામ કામો કર્યા બાદ વિરાટ કોહલી મુંબઈ આવી ગયા હતા, જ્યાં અનુષ્કા શર્માએ તેમને સરપ્રાઈઝ આપી છે.

વિરાટ કોહલીને પત્ની અનુષ્કા શર્માએ મુંબઈ એરપોર્ટ પર પિક કર્યા. એરપોર્ટ પર ઉભેલી પોતાની કારમાં જેવા જ વિરાટ કોહલી બેઠા કે તરત જ અનુષ્કા શર્માએ તેમને જોરથી હગ કર્યું અને સરપ્રાઈઝ આપી. મુંબઈ એરપોર્ટ પર બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પહેલાથી પોતાના પતિની રાહ જોઈને બેઠી હતી. તો વિરાટને જોઈને તે ખૂબ ખુશ થઈ ગઈ. આનો વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વિરાટ અને અનુષ્કા તાજેતરમાં જ ભૂટાન રજાઓ મનાવવા માટે ગયા હતા. ફિલ્મી દુનિયાથી દૂર ચાલી રહેલી અનુષ્કા શર્મા કેટલીક એડવર્ટાઈઝમેન્ટમાં જરુર દેખાઈ રહી છે. સફળ એક્ટ્રેસના રુપમાં જાણીતી અનુષ્કા અત્યારે ફિલ્મો પર ઓછું ફોકસ કરી રહી છે. ત્યારે આવામાં તેમની પાસે સમય ખૂબ છે. તો વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ રમવામાં આવેલી ટી-20 સીરીઝમાં આરામ લીધો હતો અને પોતાનો કિમતી સમય અનુષ્કા શર્મા સાથે વિતાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આવનારી 11 ડિસેમ્બરા રોજ આ કપલ પોતાની બીજી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવાનું છે. સૌથી મોટી વાત એ છે કે તે જ દિવસે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અંતિમ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે. ત્યારે વિરાટ જો તે મેચમાં ભાગ લેશે તો પત્ની અનુષ્કા શર્મા જરુર મેચ જોવા માટે મુંબઈના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને પતિ વિરાટ કોહલીને ચીઅર કરવા માટે પહોંચશે.