હવે ફિલ્મી ‘મણિકર્ણિકા’ અયોધ્યા વિવાદ પર ફિલ્મ બનાવશે

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત ફિલ્મોમાં અભિનય બાદ હવે ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે તૈયાર છે. મણિકર્ણિકા અભિનેત્રી કંગના રણૌતે તેમના પ્રોડક્શન હાઉસની શરુઆત કરી છે, જેમાંથી તે ટુંક સમયમાં જ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. કંગના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ રામ મંદિર પર આધારિત હશે જેનું નામ  ‘અપરાજિત અયોધ્યા’ રાખવામાં આવ્યું છે.

આ ફિલ્મ રામ મંદિર અને બાબરી મસ્જિદ કેસ પર આધારિત હશે, રણૌતે કહ્યું કે રામ મંદિર વર્ષોથી ખૂબ જ્વલંત મુદ્દો રહ્યો છે. 80ના દાયકામાં જન્મેલી બાળકીના રૂપમાં મેં અયોધ્યાનું નામ નકારાત્મક રીતે સાંભળ્યું છે, કારણ કે જે ભૂમિ પર એક રાજાનો જન્મ થયો જે ત્યાગના પ્રતિક હતા, અચાનક સંપત્તિ વિવાદનો વિષય બની ગયો. આ કેસને ભારતીય રાજકારણના ચહેરાને બદલી દેધો. સાથે જ આ કેસ પર આવેલા ચૂકાદાથી ભારતની ધર્મનિરપેક્ષ ભાવનાને મજબૂત બનાવતાં સદીઓ જૂના વિવાદને સમાપ્ત કરી દીધો છે.

કંગના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મમાં ભક્તિની ભાવનાને સેલિબ્રેટ કરવાની વાત કરવામાં આવી રહી છે અને કંગનાની બહેન રંગોલીએ આ વાતને લઈને ટ્વીટ પણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષ શરુ થશે અને ટુંક સમયમાં જ ફિલ્મના કાસ્ટને લઈને કામ શરુ થઈ જશે. અયોધ્યા પર બની રહેલી ફિલ્મ રામ જન્મભૂમી મામલે તાજેતરમાં જ આવેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર આધારિક હશે.

આમ તો કંગના પાસે ઘણી મોટી ફિલ્મો છે. તેમની આગામી ફિલ્મોની યાદીમાં અશ્વિની અય્યર તિવારીની ‘પંગા’, જેમાં તે હોકી ખેલાડીની ભૂમિકા ભજવશે. આ સાથે જ તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર બની રહેલી ‘થલાઇવી’માં જોવા મળશે. કંગના પાસે એક્શન અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘ધાકડ’ પણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]