અમિતાભ બચ્ચને શેર કર્યો એવો ફોટો કે ફેન્સ થઇ ગયા આનંદો….

મુંબઈઃ બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામાં રહે છે. આમ તો અમિતાભ માત્ર ફિલ્મ અને ટેલિવિઝન પર જ નહી પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તેમના ફોટોઝ અને ટ્વીટ્સને ફેન ખૂબ લાઈક કરે છે. અમિતાભે એક આવો જ જૂનો ફોટો તાજેતરમાં ટ્વીટ પર શેર કર્યો છે જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

બિગ બીએ ટ્વીટર પર પોતાના દિકરા અભિષેક અને દિકરી શ્વેતાનો બાળપણનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં શ્વેતા અને અભિષેક ખૂબ ક્યૂટ લાગી રહ્યા છે. ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું કે એક બાળકની માસૂમિયત આપણને એક તક અને કારણ આપે છે કે તેમને એ બનાવી કે જે એ બનવા ઈચ્છે છે…

થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચનની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. ત્યારબાદ સમાચાર આવ્યા કે ડોક્ટર અને પરિવારની સલાહ પર અમિતાભ બચ્ચનને થોડા દિવસ સુધી કામમાંથી આરામ લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]